કોરોના વાયરસે વધારી ચિંતા,પંજાબમાં યૂકેના સ્ટ્રેનથી ખળભળાટ

એક માર્ચથી કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. મહારાષ્ટ્ર, પંજાબ, કેરળ, દિલ્લી, મધ્યપ્રદેશ, ગુજરાતમાં કેસ વધ્યા છે. પંજાબમાં જીનોમ સિક્વેન્સ માટે મોકલેલા 401 સેમ્પલમાંથી 81 ટકા બ્રિટેનનો સ્ટ્રેન હોવાનું સામે આવ્યું છે.

દેશમાં કોરોનાના કેસ બેગણા થવાની મર્યાદા 202.3 દિવસ થઈ ગઈ છે. દેશમાં છેલ્લા એક દિવસમાં 40 હજાર 715 કેસ નોંધાયા છે. મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, ગુજરાત, છત્તીસગઢ, તમિલનાડુમાં દેશના 80.90 ટકા કેસ નોંધાયા છે.

પંજાબમાં કોરોના સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. અહીં યૂકેનો નવો સ્ટ્રેન મળતા હડકંપ મચ્યો છે. સરકારે 401 સેમ્પલમાંથી 81 ટકામાં યૂકેનો સ્ટ્રેન હોવાની પુષ્ટિ કરી છે

દેશમાં  એક દિવસમાં કોરોનાથી 23 હજાર 913 દર્દી રિકવર થયા છે તો સાથે જ એક દિવસમાં દેશમાં કોરોનાથી 277 લોકોના મૃત્યુ પામ્યા છે. ભારતમાં કોરોનાના એક્ટીવ કેસ 3 લાખ 65 હજાર 369 થયા છે અને  કોરોનાના કુલ કેસ 1 કરોડ 17 લાખ 33 હજાર 594 પહોંચ્યા છે. દેશમાં કોરોનાથી રિકવર દર્દીની કુલ સંખ્યા 1 કરોડ 12 લાખ 3 હજાર 16 થઈ છે. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 1 લાખ 60 હજાર 477 થયો છે

એક દિવસમાં વિશ્વમાં કોરોનાથી 10 હજાર 206ના મૃત્યુ થયા છે. કોરોનાના એક્ટીવ કેસ 2 કરોડ 12 લાખ 24 હજાર 433 પહોંચ્યા છે. વૈશ્વિક સ્તરે કોરોનાના કુલ કેસ 12 કરોડ 47 લાખ 89 હજાર 547 થયા છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.