રેલીને સંબોધિત કરતાં પીએમ મોદીએ આજે રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર જોરદાર પ્રહાર કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે હવે બંગાળમાં બધી બાજુએથી અવાજ આવી રહી છે.
નંદીગ્રામ આ વખતે મમતા બેનર્જી અને ભાજપના શુભેન્દુ અધિકારી વચ્ચે ટક્કર થઈ રહી છે ત્યારે નંદીગ્રામના સંગ્રામમાં આજે પીએમ મોદી મેદાનમાં આવ્યા હતા.
2જી મેના રોજ બંગાળ અને વિકાસની વચ્ચે જે દીવાલ આવી ગઈ છે તે તૂટી જશે. અહિયાં ભાજપની સરકાર બનશે અને ખેડૂતોના હકના 3 વર્ષના પૈસા હું જમા કરાવીને જ રહીશ. છેલ્લા ત્રણ વર્ષમાં જે પૈસા દીદીએ નથી આપ્યા તે હું ખેડૂતોને આપીશ.
પીએમ મોદીએ કહ્યું કે દીદી આજે બંગાળ પૂછી રહ્યું છે કે અમ્ફાનની રાહત કોણે લૂંટી? ગરીબોના ચોખા કોણે લૂંટયા? આજે લોકો તૂટેલી છતની નીચે રહેવા માટે મજબૂર છે તે લોકો તમારાથી સવાલ કરી રહ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે દીદીના રાજમાં અહિયાં હિંસા અને બોમ્બ ધમાકાઓના જ સમાચાર સામે આવી રહ્યા છે.
તેમણે તમારી વચ્ચે આવવું જોઈએ અને હિસાબ આપવું જોઈએ. પરંતુ દીદી હિસાબ નથી આપી રહ્યા તે ગુસ્સો કરી રહ્યા છે .
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.