LACની વર્તમાન સ્થિતિ પર આર્મી ચીફનરવણેએ જણાવ્યું કે પૈગોંગ સરોવરથી ચીની સેના હટ્યા બાદ ખતરોઘટ્યો છે. પણ સમાપ્ત નથી થયો. ભારતીય વિસ્તારોમાં ચીનનો કબજો નથી. સેનાની તૈનાતી ગત વર્ષની જેમ યથાવત છે. LAC પર આપણે તમામ ઉદ્દેશમાં સફળ થઈશું.
પર્વતીય ક્ષેત્રની સ્થિતિ વિશે જણાવતા નરવણેએ કહગ્યું કે કેટલાક ક્ષેત્રમાં સૈન્ય શક્તિ એમ જ છે જે રીતે આ સીમા પર તણાવના સમયે હતી
તેઓએ એમ પણ કહ્યું છે કે કેટલાક વિસ્તારો છે જ્યાં આપણે ચર્ચા કરવાની છે પણ દરેક ચીજોને મેળવીને મને લાગે છે કે આ વિશ્વાસ કરવા માટે આપણી પાસે મજબૂત આધાર છે કે આપણે દરેક ઉદ્દેશ્યને પ્રાપ્ત કરવામાં સફળ રહીશું.
આર્મી ચીફે કહ્યું કે વાસ્તવિક નિયંત્રણ રેખા પર ગ્રે વિસ્તારો મુખ્ય કારણ છે. કેમકે કોઈ ચિન્હિત વાસ્તવિક નિયંત્રણ રેખા નથી. અલગ અલગ દાવા અને અવધારણા છે. તમે એમ ન કહી શકો કે હું ક્યાં છું, તેઓ ક્યાં છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.