ડાયાબિટીશના દર્દીઓ સહેલાઈથી, તે લઈ શકે છે અને મીઠાશની મજા ચાખી શકે છે,જાણો….

સ્ટીવિયા છોડની દરેક ગાંઠમાં મીઠાશ હોય છે. ખાંડ કરતા મીઠી છે. જેમાં કોઈ કેલેરી હોતી નથી. તેથી મીઠી પેશાબ વાળા સૌથી વધું દર્દીઓ ધરાવતાં ગુજરાત રાજ્યમાં તેની ભારે માંગ ઊભી થતાં માંગ વધી છે. ડાયાબિટીશના દર્દીઓ સહેલાઈથી તે લઈ શકે છે અને મીઠાશની મજા ચાખી શકે છે.

સ્ટીવિયા એક એવું ઉત્પાદન છે જે માત્ર ખેડૂતના જીવનમાં જ નહીં, પણ ડાયાબિટીઝના દર્દીના જીવનમાં પણ મધુરતા લાવશે. જોકે, ગુજરાતમાં વેપારી ધોરણે ખેતી ન થઈ શકતી હોવાના અનેક ખેડૂતોના અનુભવો છે.

સ્ટીવિયાના પાનમાં 6થી 16 ટકા સ્ટીવીઓસાઈડ અને રીબ્યુડિયોસાઈડ્સ નામનું રસાયણ હોય છે

દક્ષિણ ભારતમાં ગરમ પ્રદેશમાં ખેતી સારી થાય છે. હવે ભાવ મળતા નથી. એક છોડ રૂપિયા 2નો મળે છે, એક એકરમાં 30 હજાર છોડ વાવવા પડે છે.

તેમના મતે ગ્રીન હાઉસ કે પોલી હાઉસમાં ખેતી કરવાની કોઈ જરૂર નથી. પાણી અને ગરમી આ પાકને સારા એવા જોઈએ છે.

મીઠાઈ ઉદ્યોગમાં તેનો સારો એવો ઉપયોગ થઈ શકે છે. છોડના મીઠાશની ઓળખ 60 વર્ષથી થઈ છે. 3 પ્રકારે તેમાંથી મીઠાશ મેળવાય છે. પાનનો સીધો ઉપયોગ કરીને, એન્ઝાઈમેટિક મીઠાશને શર્કરાઈઝેશન પ્રક્રિયા દ્વારા મીઠી બનાવવામાં આવે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.