યુવકને ચાલુ ગાડીએ,બીભત્સ ગાળો બોલી માર્યો હતો માર

“તું મારી ફ્રેન્ડ સાથે કેમ બોલે છે,” તેમ કહીને કાર (Car)માં આવેલા ચાર લોકો એક યુવકને કારમાં બેસાડીને લઈ ગયા હતા. જે બાદમાં યુવકને ચાલુ ગાડીએ બીભત્સ ગાળો બોલી માર માર્યો હતો.

એટલું જ નહીં, રેલવે પાટા પાસેની અવાવરૂ જગ્યાએ લઈ જઈને લોખંડની પાઇપ અને લાકડાના ડંડા વડે ગુપ્ત ભાગે તેમજ પીઠના ભાગે માર માર્યો હતો.

24મી માર્ચના દિવસે સાંજે સાતેક વાગ્યાની આસપાસ તે યારા કા ઢાબાની સામે આવેલી સરકારી ચાવડી પાસે એક્ટિવા લઇને ઊભો હતો ત્યારે એક વર્ના કારમાંથી ત્રણ યુવકો ઉતરી તેની નજીક આવ્યા હતા.

જેમાંથી એક યુવકે ફરિયાદીને ‘તું મારી ગર્લફ્રેન્ડ સાથે કેમ બોલે છે’ તેમ કહીને ફરિયાદીને ગાડીમાં બેસાડ્યો હતો. ચાલુ ગાડીએ આરોપીઓએ ફરિયાદીને બીભત્સ ગાળો બોલી લાફા માર્યા હતા

એક આરોપીએ પહેરલું કડું ગરમ કરીને ફરિયાદીના ડાબા હાથના ખભા અને ગાલ પર ડામ આપ્યા હતા. એટલું જ નહીં, ફરિયાદીના કપડાં કાઢીને વીડિયો પણ બનાવ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.