સુરત:પોતાને સવેઁસવાઁ માનતા મેયરે માસ્ક પહેરો નહિ પહેરો તો દંડ નહિ લેવાય એવી જાહેરાતથી કેમ મારવી પડી ગુલાંટ ?

સુરતમાં નવાં ચૂંટાઈને આવેલાં મેયરે હેમાલી બોઘાવાલાએ સત્તા સંભાળતાં જ વિવાદ સર્જવા માંડ્યા છે.

હેમાલી બોઘાવાલાએ  ગુરૂવારે મોટા ઉપાડે જાહેરાત કરી હતી કે, સુરતમાં માસ્ક ન પહેરનાર લોકોનો દંડ  લેવામાં નહીં આવે. કોરોના કાળમાં માસ્ક નહીં પહેરનારને પાસેથી દંડ વસૂલવાની સત્તા પોલીસ પાસે છે અને આ અંગેનો આદેશ સુરત શહેરના પોલીસ કમિશ્નર બહાર પાડી ચૂક્યા છે.

હેમાલી બોઘાવાલાએ પોલીસ કમિશ્નરથી પણ ઉપર હોય એ રીતે સુરતમાં માસ્ક નહીં પહેરનાર લોકો પાસેથી દંડ  લેવામાં નહીં આવે એવી જાહેરાત કરી દીધી તેના ઘેરા પ્રત્યાઘાત પડતાં તેમણે ગુલાંટ લગાવવી પડી છે.

હેમાલી બોઘાવાલાએ ગુરૂવારે જાહેરાત કરી હતી કે પોલીસ દ્વારા લોકો પાસેથી માસ્કના નામે આડેધડ વસૂલવામાં આવતો દંડ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.

કાયદાકીય કાર્યવાહી કાયદાની રીતે થશે. પ્રજાને અપીલ કે લોકોની આર્થિક પરિસ્થિતિ સારી નથી એટલે માસ્ક પહેરો તો કાર્યવાહી નહીં થાય. માસ્ક નહીં પહેરો તો તમને માસ્ક આપવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.