મહારાષ્ટ્રના પુણેમાં શુક્રવારની રાતે કેંપ એરિયાની ફેશન સ્ટ્રીટમાં આગલાગવાના કારણે નાની મોટી કુલ 448 દુકાનો બળીને રાખ થઈ છે. જેનાથી વેપારીઓને મોટું નુકસાન થયું છે.
ફાયર ટેન્ડર અધિકારીએ કહ્યું કે 9.30 વાગે ફોન આવ્યો હતો અને ફાયરબ્રિગેડની 2 ગાડીઓ પહોંચી અને આગ એટલી વધારે હતી કે તેને માટે કાબૂમાં લેવાઈ નહીં.
પુણેની ફેશન સ્ટ્રીટમાં લાગેલી આગની લપેટો એટલી ઉંચી હતી કે શહેરના કોઈ પણ ખૂણેથી તેને જોઈ શકાતી હતી. માર્કેટનો સામાન બળીને ખાખ થઈ ગયો છે. શુક્રવારે વીકેન્ડ સેલના કારણે દુકાનદાર માલ લાવીને રાખે છે. અઠવાડિયાના અંચમાં 3 લાખ રૂપિયા સુધીનો માલ લવાય છે. આ રીતે અંદાજ આવી શકે છે કે કેટલું નુકસાનથઈ શકે છે
દુકાનદાર, લેબર અને અહીં કામ કરનારા લોકો પોતાનું કામ શરૂ કરવા માટે મદદની આશા રાખી રહ્યા છે. 15 દિવસમાં કેમ્પ એરિયામાં આગની આ બીજી ઘટના છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.