ગુરૂવારે થયેલા મિસાઇલ હુમલામાં જહાજને મોટું નુકસાન નથી પહોંચ્યું. હુમલામાં થયેલા નુકસાનની ઇઝરાયલી જહાજની કેટલીક ખાસ તસવીરો મળી છે.
જોકે, આની પુષ્ટિ નથી થઇ શકી. મિસાઇલથી થયેલા હુમલા બાદ પણ જહાજને ખાસ નુકસાન નથી પહોંચ્યું
ઇઝરાયલી સુરક્ષા અધિકારીનું કહેવું છે કે અરબ સાગરમાં ઇઝરાયલના એક કાર્યો શિપ પર મિસાઇલથી હુમલો કરવામાં આવ્યો છે. આ અધિકારીનું કહેવું છે કે, આ જહાજ ઇઝરાયલનું હતું અને આ હુમલો ઇરાને કરાવ્યો છે.
મળેલા સમાચાર મુજબ,આ જહાજ તંજાનિયાથી ભારત આવી રહ્યું હતું. જોકે અરબ સાગરમાં થયેલા હુમલામાં જહાજને ખાસ નુકસાન નથી પહોંચ્યું .
રિપોર્ટ્સ અનુસાર, આ હુમલા બાદ જહાજ ઘણુ ધીમી ગતિથી ચાલી રહ્યું હતું, પરંતુ ત્રણ કલાક બાદ જહાજે પોતાની સામાન્ય ગતી પકડી લીધી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.