હાળિકાની અગ્નિ સત્યની જીતનુ પ્રતિક છે. હોળિકા વિષ્ણુભક્ત પ્રહલાદના પ્રાણ લેવા માટે તેને લઇને અગ્નિમાં બેઠી હતી અને તેને ના બળવાનુ વરદાન હતુ તેમ છતાં તે બળીને ખાખ થઇ ગઇ હતી. હોળિકા દહનના દિવસે જો કોઇ વિશેષ કામ કરવામાં આવે તો તેના સારા પરિણામ મળી શકે છે.
હોળીના બીજા દિવસે હોળીની રાખ લાવીને તેમાં થોડી રાઇ અને આખુ મિઠુ મેળવીને તેને કોઇ વાસણમાં રાખી લો. આ વાસણને ઘરમાં કોઇ સુરક્ષિત જગ્યાએ રાખો.
- જો તમારા ઘરમાં વાસ્તુદોષ છે તો હોળિકા દહનના દિવસે નિત્યક્રમ પતાવીને સ્નાન કરી પોતાના ઇષ્ટદેવને ઇશાન કોણમાં રંગ અર્પિત કરો. આવુ કરવાથી મનને શાંતિ મળશે અને ઘરમાં ખુશહાલી બની રહેશે.
ओम होलिकायै नमः, ओम प्रहलादाय नमः, ओम नृसिंहाय नमः મંત્રનુ ઉચ્ચારણ કરો અને ચાર પુષ્પ અર્પણ કરવાથી તમારા પરિવાર પર દુઃખ ક્યારેય નજર નહી ઉઠાવે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.