સવારે 11 વાગે PM મોદી કરશે મન કી બાત,હોળી પર્વ અને કોરોના મુદ્દે કરી શકે છે વાત

કોરોનાના વધી રહેલા કેસ અને 4 રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશ પ્રદેશમાં થઇ રહેલા વિધાનસભા ચૂંટણીને લઈને પ્રધાનમંત્રી મોદીની આ વખતની મન કી બાત ખાસ હશે.

28 ફેબ્રુઆરીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાતના 74 મી આવૃત્તિમાં કહ્યું હતું કે, એક રીતે, પાણી પારસ કરતા વધારે મહત્વનું છે. એવું કહેવામાં આવે છે કે પારસના સ્પર્શથી લોખંડને સોનામાં ફેરવવામાં આવે છે.

એમ પણ કહ્યું કે તમિળ એ એક સુંદર ભાષા છે, જે આખી દુનિયામાં લોકપ્રિય છે. ઘણા લોકોએ મને તમિળ સાહિત્યની ગુણવત્તા અને તેમાં લખેલી કવિતાઓની ઊંડાઈ વિશે ઘણું કહ્યું છે.

મિત્રો, ઉત્તરાખંડના બાગેશ્વરમાં જગદીશ કુનિઆલ જીનું કાર્ય પણ ઘણું શીખવાડે છે જગદીશજીનું ગામ અને આજુબાજુનો વિસ્તાર પાણીની જરૂરિયાતો માટે પ્રાકૃતિક સ્ત્રોત પર આધારીત હતો, પરંતુ ઘણા વર્ષો પહેલા આ સ્ત્રોત સૂકાઈ ગયો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.