FSSAIના નવા આદેશ, 1 એપ્રિલથી લાગૂ થશે નિયમ

દરેક રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના ખાદ્ય આયુક્તને મોકલાયેલા પત્રમાં FSSAIએ આ આદેશ આપ્યા છે, આ નવા નિયમો 1 એપ્રિલ 2021થી લાગૂ કરાશે.

FSSAIએ કહ્યું છે કે ખાદ્ય સુરક્ષા અને માનક અધિનિયમ 2008ના આધારે દરેક ખાદ્ય કારોબાર પરિચાલકોને માટે કોઈ ખાદ્ય કારોબાર શરૂ કરતા પહેલાં લાયસન્સ / રજિસ્ટ્રેશન મેળવવાનું અનિવાર્ય રહેશે.

1 એપ્રિલથી નવા નિયમના આધારે FSSAIના લાયસન્સને માટે પણ બીઆઈએસ લાયસન્સ કે તેની એપ્લીકેશન પણ જરૂરી રહેશે. એપ્લીકેશનના સમયે જ ફૂડ બિઝનેસ ઓપરેટર્સે બીઆઈએસલાયસન્સની કોપી અપલોડ કરવાની રહેશે

જો કોઈ એફબીઓનું બીઆઈએસ લાયસન્સ કેન્સલ કરાય છે તો તેની જાણકારી FSSAIને આપવાની રહેશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.