કોરોનાને લઈને સારા સમાચાર,વેક્સીન લેનારાની ઇમ્યુનિટી 7 ગણી વધી

જે લોકો કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે અને તેમને કોરોના વેક્સીનનો પહેલો ડોઝ લઈ લીધો છે તેમની ઈમ્યુનિટી કોરોના સામે 7 ગણી વધી છે. એટલે કે તેમને ફરીથી કોરોના થવાનો ખતરો ઘણો ઓછો રહે છે. જો તેઓને કોરોના થશે તો પણ તેની અસર વધારે રહેશે નહીં.

બ્રિટેનની સરકારે નક્કી કર્યું કે ખ્યાલ તો આવે કે પહેલા ડોઝની અસર શું રહે છે અને કોરોના સંક્રમિત દર્દીઓના શરીરમાં શું ફેરફાર થાય છે. રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે શરીરમાં કોરોનાથી પૂરતી સુરક્ષા મળે છે.

આ સાથે સ્વાસ્થ્ય મંત્રીએ એમ પણ કહ્યું છે કે વેક્સીનેશન સ્કીમ સફળ રહી છે. યૂકેમાં અડધાથી વધુ વયસ્કને વેક્સીન અપાઈ ચૂકી છે. અન્ય લોકોને જુલાઈના અંત સુધી વેક્સીન અપાશે. વેક્સીનથી યૂકેના અનેક લોકોના જીવ બચ્યા છે.

સ્વાસ્થ્ય મંત્રીએ લોકોને અપીલ કરી છે કે તેઓ વેક્સીનનો બીજો ડોઝ પણ અચૂક લગાવડાવે. સ્ટડીથી પ્રમાણિત થયું છે કે પ્રાકૃતિક રીતે કોરોના સંક્રમણ બાદ વેક્સીનનો પહેલો ડોઝઅસરકારક છે.

ફાઈઝરની વેક્સીન લીધા બાદ સંક્રમિતોના શરીરમાં વેક્સીન કોરોનાથી લડવાની પ્રતિરોધક ક્ષમતામાં 6.8 ગણી લાભદાયી છે. આ વેક્સીનનો બીજો ડોઝ લેવાતા જ લોકોની પ્રતિરોધક ક્ષમતા એટલે કે ઈમ્યુનિટીલાંબા સમય સુધી કોરોનાથી બચાવશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.