શનિવારે ભોપાલ જિલ્લા પ્રશાસને શહેરના અનેક સ્થાનને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કર્યા છે. તેમાંથી 20 વિસ્તારો કન્ટેનમેન્ટ ઝોનમાં મૂકાતા અહીં રહેતા લોકો હોમ ક્વોરન્ટાઈન રહેશે.
આગામી આદેશ સુધી મધ્યપ્રદેશના ભોપાલ, ઈંદોર, ગ્વાલિયક, જબલપુર, રતલામ, ખરગોન, છિંદવાડા, બૈતુસ, વિદિશા, ઉજ્જેન, સૌસર, નરસિંહપુરમમાં દર રવિવારે ટોટલ લોકડાઉન રહેશે. અહીં 24 કલાકમાં 2142 નવા કેસ આવ્યા છે અને સાથે જ 10 લોકોના મોત થયા છે.
એક દિવસમાં દેશમાં કોરોનાના 62 હજાર 632 નવા કેસ આવ્યા છે. તો એક દિવસમાં કોરોનાથી 28 હજાર 728 દર્દી રિકવર થયા છે. ભારતમાં એક દિવસમાં કોરોનાથી 328ના મૃત્યુ થયા છે. ભારતમાં કોરોનાના એક્ટીવ કેસ 4 લાખ 83 હજાર 11 પહોંચી ચૂક્યા છે.
ભારતમાં કોરોનાના કુલ કેસ 1 કરોડ 19 લાખ 71 હજાર 4 સુધી પહોંચ્યા છે. દેશમાં કોરોનાથી રિકવર દર્દીની કુલ સંખ્યા 1 કરોડ 13 લાખ 21 હજાર 578 થઈ છે .
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.