કાનપુરની કાર્ડિયોલોજી હોસ્પિટલના આઈસીયુમાં, વહેલી સવારે ભયાનક આગથી,મચી છે અફરાતફરી

કાનપુરની કાર્ડિયોલોજી હોસ્પિટલના આઈસીયુમાં વહેલી સવારે આગથી અફરાતફરી મચી છે.

હોસ્પિટલના પહેલા ફ્લોરના આઈસીયૂમાં આગ લાગ્યાની જાણકારી મળતાં જ દર્દીઓને બહાર લાવવાની કામગીરી શરૂ કરાઈ છે.

સૂચના મળતાં જ ફાયરબ્રિગેડની 7 ગાડીઓ ઘટના સ્થળે પહોચીને આગ પર કાબૂ મેળવવાની કોશિશ કરી રહી છે.

હાલમાં આગનું કારણ જાણી શકાયું નથી. કાર્ડિયોલોજીના ગ્રાઉન્ડ ફ્લોરમાં ઘુમાડો ભરાઈ જવાના કારણે પહેલા માળની સ્થિતિ જાણવામાં મુશ્કેલી આવી રહી છે. સ્વાસ્થ્ય કર્મચારીઓ અને ફાયર સર્વિસના કર્મચારીઓ બારીના કાચ તોડીને જાણવાની કોશિશ કરી રહ્યા છે .

પહેલા માળના 9 દર્દીઓના ફસાયા હોવાની સૂચના મળી છે. તેમને આ માળે ટ્રીટમેન્ટ અપાઈ રહી હતી. બારીના કાચ તોડીને વેન્ટીલેશનની વ્યવસ્થા કરાઈ છે. ધુમાડો ઓછો થયા બાદ ગ્રાઉન્ડ ફ્લોર ફરીથી ચેક કરાશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.