આવા યુગલને ઉત્પીડનથી બચાવવા, અને સુરક્ષા પૂરી પાડવા માટે દિલ્હી સરકારે,સ્પેશિયલ સેલની રચના કરવા આપ્યો છે નિર્દેશ

જે યુગલનો વિરોધ તેમના પરિવાર, સ્થાનિક સમુદાય કે ખાપ દ્વારા કરવામાં આવી રહ્યો હોય તેમને ઉત્પીડન અને પ્રતાડનથી બચાવવા માટે કેજરીવાલ સરકાર આગળ આવી છે.

. આ મામલે એક SOP પણ જાહેર કરી દેવામાં આવી છે. દિલ્હી સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા સર્ક્યુલરમાં કહેવામાં આવ્યું છે કે, સરકાર આવા યુગલને પોતાના ‘સેફ હાઉસ’માં આવાસની સુવિધા આપશે.

મુશ્કેલીમાં હોય તેવા આંતરજાતિય કે આંતરધાર્મિક વિવાહ કરનારા યુગલ આ નંબર પર પોતાની ફરિયાદ નોંધાવી શકશે અને તેમને જરૂરી સહાય પૂરી પાડવામાં આવશે.

તેઓ સંકટનો સામનો કરી રહેલા યુગલને મદદ કે સલાહ તરીકે ઉપલબ્ધ કરી શકાય તેવી જરૂરી સેવાઓની જાણકારી ધરાવે છે.

કોલ રીસિવ થયા બાદ સૌથી પહેલા યુવક અને યુવતી પુખ્ત છે કે નહીં તે સુનિશ્ચિત કરવામાં આવશે અને બાદમાં DCPને માહિતગાર કરવામાં આવશે. DCP આવા યુગલ અંગેની વિગતોની ચકાસણી કરીને તેમને સેફ હાઉસમાં પહોંચાડવાની જરૂર અંગે DMને  જાણ કરશે. તે યુગલને પણ જોખમથી માહિતગાર કરાશે અને સમસ્યાનો ઉકેલ  ન આવે ત્યાં સુધી તેમને સુરક્ષિત રાખવામાં આવશે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.