મંદિરમાં સામાજિક અંતર સાથે દર્શન,માત્ર ભગવાનને જ રંગો લગાડાયા

સુરતમાં કોરોનાના વધતા કેસો વચ્ચે  ધુળેટીના પર્વની સાદગી પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. કોરોના સંક્રમણને ધ્યાને લઇ મંદિરમાં ડિસ્ટન્સ સાથે દર્શન કરવામાં આવી રહ્યા છે.

આ વર્ષે માત્ર ભગવાનને જ અબીલ-ગુલાલની છોળો ઉડાડાશે. ભક્તોને માત્ર દર્શનની જ છૂટ.

પહેલીવાર ધૂળેટીના પર્વ ઉપર મંદિરમાં ભક્તો નહીં જોવા મળે. અમદાવાદ ઈસ્કોન મંદિરમાં ધૂળેટી નિમિતે ભગવાનને વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. વહેલી સવારે ભગવાનને વિશેષ જળાભિષેક કરાયો હતો.

સ્વામિનારાયણ મંદિર, મણિનગર ખાતે આ પરંપરાના આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં તારીખ 28 માર્ચને રવિવારના રોજ સવારે ફુલદોલ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સ્વામિનારાયણ ભગવાન ઉપર આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસજીએ ગુલાલ તથા રંગથી અભિષેક કર્યો હતો અને સંતો પર પણ ગુલાલનો છંટકાવ કરવામાં આવ્યો હતો.

સોસાયટી કે ફ્લેટના રહીશો ધુળેટી રમશે તો પાણીનું કનેક્શન કાપવામાં આવશે. કોરોના સંક્રમણના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. હોળી ન રમી તમામ નાગરિકો સહકાર આપે.

શહેરના તમામ ઝોનમાં જેટ ટીમ કાર્યરત રહેશે. ક્લબ, વોટરપાર્ક, સામજિક મેળાવડા બંધ રાખવા આદેશ કરાયો છે. આ સાથે જ 15થી 20 લોકો સાથે એકઠા થઇ શકશે નહીં.

અમદાવાદમાં હોળી અને ધુળેટી પર્વ પર પોલીસ સંતર્ક થઇ ગઇ છે. એડિશનલ પોલીસ કમિશનર આર.વી. અસારીએ કહ્યું કે અમદાવાદમાં રાત્રી કર્ફ્યુનું કડકાઇથી પાલન કરાવાશે. આજે હોલિકા દહન રાત્રીના 9 પહેલા કરવું પડશે. ધુળેટી પર્વ નિમિત્તે જાહેરનામાનું પાલન કરવુ પડશે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.