કોડીનારનાં દેદાની દેવળી ગામે હોલિકા દહન બાદ અંગારામાં ચાલવાની પરંપરા યથાવત જોવા મળી હતી. 10 હજારની વસ્તી ધરાવતા દેવળી ગામમાં હોળીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે અને ભવ્ય હોળી પ્રગટાવવામાં આવે છે.
તે અંગારા પર ગામના યુવાનો વડીલો અને નાના બાળકો ખુલ્લા પગે શ્રદ્ધાપૂર્વક ચાલે છે. વર્ષો જૂની આ પરંપરા દેદાની દેવળી ગામે આજે પણ જીવંત રાખવામાં આવી છે.
હોળીનાં દિવસે આ વર્ષ કેવો વરસાદ પડશે તેનો વરતારો પણ કાઢવામાં આવે છે. પવન ની દિશા દ્વારા આ વરતારો ગામના વડીલો કાઢે છે. આ વખતે 12 આની વર્ષ હોવાનું માનવામાં આવે છે હોલિકા દહન બાદ એટલેકે સવારે 4 કલાકે તમામ લાકડા બળી ગયા બાદ દેતવા (અંગારા ) ને કાઢી અમુક ફૂટ લંબાઇમાં પાથરી દેવામાં આવે છે.
ત્યાર બાદ હોળીની વચ્ચે જમીનમાં દાટેલો કુંભ બહાર કઢાય છે. આ કુંભમાં કાચું ધાન્ય જેવું કે, ઘઉં, ચણા, મગ તેમજ અન્ય કઠોળ ભરવામાં આવ્યું હોય છે. આ કાચું ધાન્ય જે પ્રમાણે બફાઈ તેના પરથી આવનારા વર્ષનો વરતારો કરવામાં આવે છે.
આ વખતે દેવળી ગામના વડીલો દ્વારા કુંભના ધાન્યને જોઈને વરતારો કરવામાં આવ્યો છે કે, આગામી ચોમાસું 12 આની રહેશે. એટલેકે પાક અને પાણીનું ચિત્ર સારું રહેશે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.