PM મોદી અને બાઇડનની બેઠકમાં આ મુદ્દે સહમતિ,ઉર્જા સહમતિને લઈને બેઠકમાં થઈ ચર્ચા

ભારત અને સંયુક્ત રાજ્ય અમેરિકાએ સોમવારે પીએમ મોદી અને રાષ્ટ્રપતિ જો બાઈડનની નવી પ્રાથમિકતાઓને પ્રતિબિંબિત કરવા માટે રણનીતીક ઉર્જા સાઝેદારીને સંશોધિત કરવા મુદ્દે સહમતિ વ્યક્ત કરી છે.

ટ્વીટ્સની એક શુંખલામાં પ્રધાને કહ્યું કે અમેરિકી ઉર્જા સચિવ જેનિફર ગ્રાનહોમની સાથે એક ખાસ પરિચયાત્મક બેઠક થઈ છે. ઉચ્ચ પદ સંભાળવા માટે ગ્રાનહોમને અભિનંદન અપાયા છે.

જૈવ ઈંધણ, કાર્બન કેપ્ચર, ઉપયોગ અને ભંડારણ, હાઈડ્રોજન ઉત્પાદન અને કાર્બન વિનિમય, પ્રૌધ્યોગિકી વિનિમયની સાથે સાથે સંયુક્ત અનુસંઘાન અને વિકાસના માધ્યમથી સ્વચ્છ ઉર્જા અનુસંધાનને માટે સાઝેદારીની મદદથી અન્ય મુદ્દાની વચ્ચે ગ્રાનહોમ અને પ્રધાને સ્વચ્છ ઉર્જા માટે વધુ ને વધુ સહયોગને પ્રાથમિકતા આપવા પર સહમતિ વ્યક્ત કરી છે.

ગ્રાનહોમ અને પ્રધાન ભારત – અમેરિકા સામરિક ઉર્જા સાઝેદારીની ત્રીજી બેઠક બોલાવવા માટે સહમત થયા છે. પ્રધાને ટ્વિટ કર્યું છે કે બંને ગેશની સંપૂરકતાનો ફાયદો લેવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે જેથી અમેરિકાની પ્રોધ્યોગિકમાં વધારે ઝડપથી વૃદ્ધિ થઈ શકે .

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.