રાજ્યના નાગરિકોને તથા ખેડૂતોને, સિંચાઇની સુવિધા પૂરી પાડવા અને લાખો પશુઓને પીવાનું પાણી મળે, એ માટે અમારી સરકારે નક્કર કર્યું છે આયોજન : નીતિન પટેલ

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોને તથા ખેડૂતોને સિંચાઇની સુવિધા પૂરી પાડવા અને લાખો પશુઓને પીવાનું પાણી મળે એ માટે અમારી સરકારે નક્કર આયોજન કર્યું છે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ઉમેર્યું કે, આ બંને જિલ્લામાં પાટણ તાલુકાનાં નવ ગામનાં 21 તળાવોમાં 1640 MCFT અને સિદ્ધપુર તાલુકાનાં નવ ગામનાં 15 તળાવોમાં 205 MCFT નર્મદાના નીર આપીને ભરવામાં આવ્યા છે.

તેમણે કહ્યું કે, ખેડૂતોને સિંચાઇ સુવિધા પૂરી પાડવા માટે નર્મદાના નીર સુજલામ્ સુફલામ્ યોજના પાઇપલાઇન દ્વારા ઉપાડીને તળાવો ભરવામાં આવે છે.

જેમાં પાટણ તાલુકામાં માતપુર–ડીંડરોલ પાઇપલાઇન અને ખોરસમ સરસ્વતી, ખોરસમ માનપુર પાઇપલાઇન દ્વારા તથા સિદ્ધપુર તાલુકામાં માનપુર–ડીંડરોલ પાઇપલાઇનથી તળાવો ભરવામાં આવે છે. એટલું જ નહીં, વરસાદ વધુ હોય ત્યારે નર્મદા એસ્કેપ નીચેથી જે 23 નદીઓ પસાર થાય છે તે નદીઓમાં પણ ચેકડેમ ખોલીને પાણી વહાવવામાં આવે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.