IIM-અમદાવાદ કેમ્પસમાં, 86 જેટલા વિદ્યાર્થી, પ્રાધ્યાપક અને કર્મચારી કોરોના પોઝિટિવ આવતાં,સમગ્ર કેમ્પસમાં મચી ગયો છે ખળભળાટ

IIM-અમદાવાદ કેમ્પસમાં 86 જેટલા વિદ્યાર્થી, પ્રાધ્યાપક અને કર્મચારી કોરોના પોઝિટિવ આવતાં સમગ્ર કેમ્પસમાં ખળભળાટ મચી ગયો છે અને તંત્રમાં દોડધામ મચી જવા પામી છે.

IIM-અમદાવાદ ઉપરાંત એક અન્ય ઉચ્ચતર શિક્ષણ સંસ્થા ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (IIT) ગાંધીનગરને પણ કોરોનાએ ભરડો લીધો છે.

ધુળેટીના તહેવારોથી ગઇકાલ સુધીમાં આઈઆઈએમમાં કરાયેલા ટેસ્ટમાં કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 191 પર પહોંચી ગઈ છે, જેમાં આઈઆઈએમ-એના વિદ્યાર્થીઓ, પ્રોફેસરો અને કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે. 86 વિદ્યાર્થી, 4 ફેકલ્ટી, 60 સ્ટાફ સભ્યોને કોરોના થયો છે.

28 માર્ચે કરવામાં આવેલા 116 લોકોના ટેસ્ટમાં પોઝિટિવ આવેલા 10 લોકોમાંથી 9 વિદ્યાર્થીઓ હતા, જ્યારે 29 માર્ચે વધુ 6 લોકો પોઝિટિવ નોંધાયા હતા. બે દિવસમાં IIM-એમાં 15 જેટલા વિદ્યાર્થીઓ સહિત કુલ 23 લોકો પોઝિટિવ આવ્યા છે.

આઈઆઈએમ કેમ્પસમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટેસ્ટ કેમ્પ અલગ અલગ દિવસો દરમિયાન હાથ ધરાયા હતા, જેમાં વિદ્યાર્થીઓ, પ્રોફેસરો, કોન્ટ્રેક્ટ પર કામ કરતા કર્મચારીઓ અને કમ્યુનિટી મેમ્બર્સ ઉપરાંત જેમને કોરોનાનાં લક્ષણો જણાયાં હતાં તેમના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. 1 સપ્ટેમ્બર 2020થી 27 માર્ચ 2021 દરમિયાન IIM-એમાં કુલ 190 જેટલા કોરોના પોઝિટિવ લોકો સામે આવ્યા છે.

પાંચ વિદ્યાર્થીઓએ પરીક્ષામાં બેસવા માટે પોઝિટિવ હોવાની માહિતી છુપાવી હોવાનું પણ બહાર આવ્યું હતું. ત્યાર બાદ હવે કુલ 63 લોકો પોઝિટિવ આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.