વધતા મામલાની સાથે, સક્રિય દર્દીઓની સંખ્યા અને સંક્રમણ દર,વધી રહ્યો સ્પીડથી

દેશમાં ચાલી રહેલા કોરોના સંક્રમણની બીજી લહેરની અસર દિલ્હીમાં પણ જોવા મળી રહીછે. 20 દિવસમાં અહીં સ્થિતિ સંપૂર્ણ રીતે બદલાઈ ગઈ છે. કોરોનાના સંક્રિય મામલા, મોતના આંકડા, સંક્રમણના દર, સરેરાશ દૈનિક મામલા અને હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યામાં દરેક અઠવાડિયામાં વધારો થઈ રહ્યો છે.

રાજધાનીમાં 10થી 16 માર્ચ દરમિયાન કોરોનાના 698 મામલા આવ્યા છે. જ્યારે 24થી 30 માર્ચની વચ્ચે 1912 કેસ આવ્યા છે.

આ પ્રકારે મોતના મામલામાં પણ વધારો થઈ રહ્યો છે. 10થી 16 માર્ચની વચ્ચે 4 લોકોના મોત થયા હતા. જ્યારે 24થી 30 માર્ચે આ આંકડો વધીને 11 થઈ ગયો છે.

વધતા મામલાની સાથે સક્રિય દર્દીઓની સંખ્યા અને સંક્રમણ દર સ્પીડથી વધી રહ્યો છે.

20 દિવસમાં 5550 સંક્રિય મામલા વધી રહ્યા છે. સંક્રમણ દર પણ 2.70 ટકા થઈ ગયો છે. જે 10 માર્ચ સુધી 0.52 હતો. સંક્રમણ પર લગામ લગાવવા માટે સરકાર રેડ ઝોનમાં વધારો કરી રહી છે.

સ્વાસ્થ્ય વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે હોસ્પિટલમાં દર્દીઓ વધી રહ્યા છે. પરંતુ અત્યાર સુધી લગભગ 70 ટકા બેડ ખાલી છે  કે સરકાર દર્દીઓની સંખ્યા અને સતત નજર બનાવી રાખી છે.

સંક્રમણ પર કાબુ કરવા માટે કડક પગલા ઉઠાવવામાં આવી રહ્યા છે. રોજના સરેરાશ 90 હજાર ટેસ્ટ થઈ રહ્યા છે. કોન્ટેક્સ ટ્રેસિંગ કરવામાં આવી રહી છે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.