મહારાષ્ટ્રમાં વધ્યું કોરોના સંક્રમણ,હવે 800 રૂપિયાને બદલે 500 રૂપિયામાં કરાવી શકાશે ટેસ્ટ

એક વાર ફરીથી કોરોનાનું સંક્રમણ વધવાના કારણે મહારાષ્ટ્રમાં રાજ્ય સરકારે કોરોનાના ટેસ્ટની કિંમતોમાં ઘટાડો કર્યો છે.

હવે રાજ્યમાં સરકારે RT-PCRની કિંમત 500થી 800 રૂપિયા અને એન્ટીજન ટેસ્ટની કિંમત 150-300 રૂપિયામાં થશે.

જ્યારે કોરોના સેન્ટર, ક્વોરન્ટાઈન સેન્ટર અને આઈસોલેશન પર કોરોનાના RT-PCRના ટેસ્ટ માટે 600 રૂપિયા આપવાના રહેશે. જો તમે ઘરે બેઠા સેમ્પલ આપો છો તો તમારે 800 રૂપિયા ભરવાના રહે છે.

બુધવારે મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં કોરોના વધતા કેસને લઈને આ નિર્ણય લીધો છે. જેથી વધારેને વધારે ટેસ્ટ કરાવી શકાય. મોડેથી ટેસ્ટકરાવવાના કારણે લોકોના સંક્રમિત હોવાની આશા પહેલા કરતા વધે છે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.