ગુજરાતના જામનગર બેસમાં રાતે લગભગ 11 વાગે આ વિમાનોએ લેન્ડ કર્યુ. ફ્રાન્સથી નિકળ્યા બાદ 3 રાફેલ જેટે ક્યાંય પણ રોકાયા વગર ભારત પહોંચ્યા છે.
વાયુસેના તરફથી જારી કરવામાં આવેલા સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું કે યુએઈ વાયુ સેનાના ટેંકરો દ્વારા રાફેલમાં ઈંધણ ભરવામાં આવ્યું છે. આ 2 વાયુ સેનાઓની વચ્ચે મજબૂત સંબંધોમાં વધુ એમ માઈલ સ્ટોન છે.
9 રાફેલ વિમાનનો બીજો લોટ એપ્રિલમાં આવશે. જેમાંથીં 5 વિમાનોએ ઉત્તર બંગાળમાં હાશિમાર એરબેસ પર તૈનાત કરવાની યોજના બનાવી છે. સત્તાવાર રીતે રાફેલને ગત વર્ષ 10 સપ્ટેમ્બરે અંબાલામાં થયેલા એક કાર્યક્રમમાં વાયુસેનાએ સામેલ કર્યા હતા.
રાફેલ ભારતીય વાયુસેના માટે ગેમ ચેન્જર મનાઈ રહ્યા છે. કેમ કે આના આવવાથી પડોશીઓ કરતા આપણી ટેક્નીકલ તાકાતને મજબૂતી મળી છે અને યુદ્ધની સ્થિતિમાં એક શક્તિશાળી હથિયાર છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.