નંદીગ્રામ પર સૌની નજર,PM મોદીએ રેકૉર્ડ મતદાનની કરી અપીલ

પશ્ચિમ બંગાળ અને આસામમાં બીજા તબક્કા માટે મતદાન પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. ત્યારે સૌકોઇની નજર નંદીગ્રામ પર છે. બીજા તબક્કાનું મતદાન શરૂ થયું છે. ત્યારે પ્રધાનમંત્રી મોદીએ ટ્વિટ કરીને અપીલ કરી છે .

પોલિંગ બૂથ નંબર 76 પર શુભેન્દુ અધિકારી મોટરસાઇકલ લઇને મત આપવા પહોંચ્યા હતા. ભાજપના નેતાએ સવારે અંદાજિત પોણા 8 વાગ્યે પોતાનું મતદાન કર્યું.

બીજી તરફ ટીએમસીએ આરોપ લગાવ્યો છે કે, કેટલીક જગ્યાઓ પર તેમના સમર્થકોને મત નથી આપવા દેવામાં આવી રહ્યા.

નંદીગ્રામના બૂથ-248 પર ભાજપના કાર્યકર્તાઓ મત નથી આપવા દેતા તેવો આરોપ લગાવ્યો છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.