ખેડૂતોએ 10 એપ્રિલે કુંડલી- માનેસર-પલવર એક્સપ્રેસ વે પર 24 કલાક માટે ચક્કાજામની જાહેરાત કરી છે.
કિસાન નેતા ગુરનામ સિંહ ચઢૂનીએ કહ્યું કે સંયુક્ત કિસાન મોર્ચાની મંગળવારે બેઠક થઈ હતી તેમાં નક્કી થયું છે કે ખેડૂતો સંસદ માર્ચ કરશે.
આ માર્ચ શાંતિપૂર્ણ રહેશે અને ધ્યાન રખાશે કે 26 જાન્યુઆરીની ઘટના ફરી ન બને. કિસાન નેતા ગુરનામ સિંહ ચઢૂનીએ કહ્યું કે જો સંસદ માર્ચ સમયે પોલીસ કાર્યવાહી થશે તો પ્રદર્શનકારીના નિયંત્રણ કરવા માટે સમિતિનું ગઠન કરાશે. ખેડૂતોને સ્પષ્ટ કરાયું છે કે સંયુક્ત કિસાન મોર્ચા દરેક પ્રકારની હિંસાની નિંદા કરે છે. જો તેમના દ્વારા કોઈ સંપત્તિને નુકસાન થશે તો તેનો દંડ પણ તેઓએ ચૂકવવાનો રહેશે
આ સિવાય 6 મેના રોજ આંદોલનમાં જીવ ગુમાવનારાના સમ્માનમાં કાર્યક્રમ આયોજિત કરાશે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.