ગાંધીનગરથી લવ જેહાદ બિલ અંગે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત વિધાન સભામાં રજૂ કરાશે લવ જેહાદ બિલ રજૂ કરવામાં આવશે.
- લગ્ન કરનાર – કરાવનારા વિરૂદ્ધ થશે કાયદેસર કાર્યવાહી
- સ્ત્રી પક્ષના લોહી સબંધ ધરાવતાં કોઈ પણ સંબંધી કાયદા હેઠળ ફરિયાદ કરી શકશે
- બળજબરીથી ધર્મ પરિવર્તન પર મૂકાશે પ્રતિબંધ
- ગુનાની તપાસ જીલ્લા પોલીસ વડા અને ડીવાયએસપી કરશે
- સંસ્થા – સંગઠનોના સંચાલક સામે 3થી 10 વર્ષની સજા અને રૂ. 5 લાખનો દંડ થશે
લવજેહાદ બિલમાં આરોપી સામે 5 વર્ષની કેદ અને 2 લાખનો દંડ થશે જ્યારે સગીર, SC STની સ્ત્રી સાથે બનેલા ગુનામાં 7 વર્ષ કેદ અને 3 લાખનો દંડ થશે.
એટલું જ નહીં પરંતુ આવા લગ્ન કરનાર-કરાવનારા વિરૂદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. લગ્નમાં મદદ કરનાર વિરૂદ્ધમાં પણ કાર્યવાહી થશે. લગ્ન કરાવનાર સંસ્થા-સંગઠનો સામે પણ પગલાં લેવાશે. આ પ્રકારનો ગુનો બિનજામીનપાત્ર રહેશે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.