ભારત-અમેરિકાની વચ્ચે વેપાર સમજૂતી ઝડપથી થશે, બંને સરકારો તેના માટે ઝડપથી કામ કરી રહી છેઃ સીતારમણ

વોશિંગ્ટનઃ નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે ભારત અને અમેરિકાની વચ્ચે વેપાર સમજૂતી ઝડપથી થઈ શકે છે. આંતરારાષ્ટ્રીય મુદ્રા કોષ(IMF)માં શનિવારે અમેરિકાના નાણાં મંત્રી સ્ટીવન ન્યુકિન સાથેની મુલાકાત બાદ સીતારમણે કહ્યું કે બંને દેશોની સરકાર વેપાર સમજૂતી પર ઝડપથી કામ કરી રહી છે અને ઝડપથી આ મુદ્દે સહમતી થઈ શકે છે.

સીતારમણે કહ્યું કે અમેરિકાના નાણાં મંત્રી નવેમ્બરની શરૂઆતામાં ભારત આવી શકે છે. તે પહેલા જ અમારી વચ્ચે વેપાર ડીલની કેટલીક શરતો પર ચર્ચા થઈ હતી. જોકે કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ અને અમેરિકાના વેપાર પ્રતિનિધિ રોબર્ટ લાઈટહાઈઝર તેની પર વાતચીત કરી રહ્યાં છે. મને માહિતી છે કે ડિલ માટે બંને દેશ મજબૂતીથી જોડાયા છે.

નિર્મલા સીતારમણ રવિવારે અમેરિકાના શિકાગોમાં કેટલાક ઉદ્યોગપતિઓ સાથે મુલાકાત કરશે. આ સિવાય તે ભારતીય સમુદાયને પણ મળશે. શનિવારે રિપોર્ટ્સ સાથેની વાતચીત દરમિયાને તેમણે કહ્યું કે તે એક દિવસ માટે શિકાગામાં રહેશે. અહીં મને ભારતના લોકોને મળવાની તક મળશે. સીતારમણે આ પહેલા આઈએમએફના પ્લેનરી સેશનને પણ સંબોધિત કર્યું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.