દીકરીઓ માટે ખોલાવેલુ ખાતુ ચૅક કરો,દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે છે આ યોજના

સુકન્યા સમૃદ્ધિ સ્કીમ યોજનાનો ઇન્ટ્રેસ્ટ રેટ 7.6 હતો જેને ઘટાડીને 6.9 કરી દેવાની જાહેરાત કરાઇ હતી. જોકે આજે નાની બચત યોજનાઓ પર સરકારે વ્યાજ દર ઘટાડવાનો નિર્ણય પરત લીધો છે. નાની બચત યોજનાઓ પર જૂનુ વ્યાજ દર યથાવત્ રહેશે.

જેનો ફાયદો ઘણા લોકોએ ઉઠાવ્યો છે. સુકન્યા અકાઉન્ટ્સમાં પોસ્ટ ઓફીસની સૌથી વધુ રિટર્ન આપનાર સ્કીમ છે. સુકન્યા યોજના હેઠળ 10 વર્ષથી ઓછી ઉંમરની દીકરીઓનુ પણ ડિપોઝીટ અકાઉન્ટ ખોલાવી શકાય છે.

આ અકાઉન્ટમાં વાર્ષિક 250 રૂપિયાથી લઇને 150000 રૂપિયા સુધી જમા કરાવી શકાય છે.

પોસ્ટ ઓફિસની વૅબસાઇટ પર આપેલી જાણકારી અનુસાર તમારી દીકરીનું સુકન્યા ખાતુ બંધ થઇ જાય તો પોતાની પોસ્ટ ઓફીસની બ્રાંચમાં જવુ પડશે અને ત્યાં જઇને ફરીથી ખાતુ ખોલાવવુ પડશે.

સાથે જ  બાળકી અને માતા પિતાનુ ઓળખાણ પત્ર જેમ કે પાન કાર્ડ, રાશનકાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ વેગેરે. જ્યાં રહેઠાણ છે તે જગ્યાનુ પ્રમાણપત્ર જેમકે પાસપોર્ટ, વીજળીનુ બિલ વગેરે જમા કરાવવુ પડશે.

  • ખાતુ ખોલાવવાના 21 વર્ષ પૂર થયા બાદ ખાતુ મેચ્યોર થઇ જશે પરંતુ શરત તે છે કે જો દીકરીના લગ્ન 21 વર્ષ પહેલા કરાવી દેવામાં આવે છે તો તે જ સમયે ખાતુ બંધ કરી દેવુ પડશે.
  • પહેલા માત્ર 2 દીકરીઓનુ ખાતુ ખોલાવવામાં આવતુ હતુ પરંતુ હવે તમે 3 ખાતા પણ ખોલાવી શકો છો.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.