બ્રાઝિલે આ રસીના 2 કરોડ ડોઝનો ઓર્ડર આપ્યો હતો. ખાસ વાત એ છે કે અમેરિકા બાદ કોરોના વાયરસ મહામારીથી સૌથી અસરગ્રસ્ત દેશ છે બ્રાઝિલ. આ દેશે રસી તૈયાર કરવામાં યોગ્ય માપદંડોને ફોલો ન કરવા ને લઈને સવાલ ઉભા કર્યા છે.
રિપોર્ટ્સના અનુસાર બ્રાઝિલ સરકાર તરફથી જારી ગેજેટમાં કહેવામાં આવ્યું છે કે દવાઓ માટે ગુડ મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસેસનું પાલન નહીં થવાના કારણે કોવેક્સીનને રિજેક્ટ કરી દીધી છે. આના પર એક મીડિયા ગ્રુપ સાથે વાત કરતા નિર્માતાએ કહ્યું કે તપાસ દરમિયાન જણાવવામાં આવેલી જરુરિયાતોને પૂરી કરવામાં આવશે.
ત્રીજા ચરણના ક્લિનીકલ ટ્રાયલમાં રસીના 81 ટકા આંતરીક અસરનો દાવો કર્યો છે. હાલમાં ભારતમાં કોવેક્સીન અને પૂર્ણે સ્થિત સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયામાં તૈયાર થયેલી કોવિશીલ્ડનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
આ રસીને ભારત બાયોટેકે ઈન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચની સાથે મળીને તૈયાર કરી છે. કંપનીએ બ્રાઝિલમાં ઈમરજન્સી ઉપયોગની સાથે 8 માર્ચે આવેદન આપ્યું હતુ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.