સામગ્રી
– ૨૫૦ ગ્રામ બાફેલા બટાકા
– ૧૦૦ ગ્રામ બાફેલા વટાણા
– એક કપ ઘઉંનો લોટ
– એક કપ મેંદો
– છ લીલા મરચાં
– આદુનો ટુકડો
– થોડા આખા ધાણા
– થોડી કાચી વળીયાળી
– એક ટીસ્પૂન ધાણાજીરુ
– એક ટીસ્પૂન હળદર
– એક ટીસ્પૂન ખાંડ
– એક આખું લીંબુ
– મીઠું સ્વાદ અનુસાર
– કોથમીર થોડી
– એક કપ ઘરનું માખણ
બનાવવાની રીત
સૌ પહેલાં બાફેલા બટાકા અને વટાણાને મિક્સ કરી બરાબર મેશ કરી લો. તેની અંદર બધો જ મસાલો કરો આદુ-મરચાં ક્રશ કરી ઉમેરો, હળદર અને આખા ધાણા અધકચરાં ક્રશ કરીને ઉમેરો. આ મસાલાના નાના નાના લુઆ કરી લો. લોટની કણક બાંધો આ લોટ થોડો ઢીલો રાખજો. હવે આ લોટમાં મસાલાનો લુઓ મુકી વ્યવસ્થિત વણી લો. આ પરાઠાને માખણ કે ઘીમાં શેલો ફ્રાય કરો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.