5 ડિસેમ્બર બાદ પહેલાવાર એક દિવસમાં સૌથી વધારે મોત,મહારાષ્ટ્રમાં એક દિવસમાં 227ના મોત

ગત એક દિવસમાં 459 લોકોના સંક્રમણના કારણે મોત થયા છે. ત્યારે છ મહિનામાં પહેલી વાર 72 હજારથી વધારે નવા મામલા મળ્યા છે. ગુરુવારે 172 દિવસ બાદ પહેલી વાર રેકોર્ડ 72 હજારથી વધારે નવા કોરોના કેસ નોંધાયા છે. ત્યારે સતત 8માં દિવસે 50 હજારથી વધારે કેસ નોંધાયા.

ગત એક દિવસમાં 72,330 નવા કેસ આવ્યા છે. આ દરમિયાન 459 લોકોના જીવ ગયા છે. જો કે 40, 382 લોકો સાજા થયા. આ પહેલા 10 ઓક્ટોબરે 74, 383 મામલા આવ્યા હતા.  હાલમાં દેશની સંખ્યા 1.22 કરોડથી વધારે છે

આઈસીએમઆરના જણાવ્યાનુંસાર બુધવારે દેશમાં 11.25 લાખ સેમ્પલની તપાસ કરવામાં આવી હતી. જેમાં 5.8 ટકા લોકો સંક્રમિત મળ્યા છે.

મહારાષ્ટ્રમાં ગત બુધવારે 39, 544 નવા કેસ સામે આવ્યા હતા. રાજ્યમાં એક દિવસના સૌથી વધારે કેસ 3 દિવસ પહેલા આવ્યા હતા. જેમાં 40, 414 લોકો સંક્રમિત થયા હતા.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાનુંસાર અંડમાન તથા નિકોબાર, અરુમાચલ પ્રદેશ, આસામ, બિહાર, દાદરા નગર હવેલી, લદ્દાખ, લક્ષદ્વીપ, મિજોરમ, નાગાલેન્ડ, સિક્કિમ, ત્રિપુરામાં એક પણ મોત નથી નોંધાયા. જ્યારે મહારાષ્ટ્ર, છત્તીસગઢ, કર્ણાટકા, પંજાબ, કેરળ, તમિલનાડુ ઉપરાંત ગુજરાત અને મધ્ય પ્રદેશમાં સૌથી વધારે કેસ મળ્યા છે. જ્યાં એક દિવસમાં 85 ટકા કેસ મળ્યા છે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.