કમિટીએ આ રસી વિશે ડેટાની માંગ કરી છે,પેનલે આ રસી પરના નિર્ણયને બીજી બેઠક સુધી મુલતવી રાખ્યો

ઉલ્લેખનયી છે કે સ્પૂતનિક વીના ફેઝ 2 ટ્રાયલ ભારતમાં 1500 લોકો પર થયું હતુ. જેમાં ત્રીજા ફેઝનું ટ્રાયલ ચાલી રહ્યું છે.  ભારતની કેન્દ્રીય વિશેષજ્ઞની પેનલે દવા કંપની ડો. રેડ્ડીઝ લેબોરેટરીઝ પાસે રશિયન રસીના ડેટા માંગ્યા છે. ઉલ્લેખનીય છે કે દવા કંપનીએ આ રસીના ઈમરજન્સી ઉપયોગની પરવાનગી માંગી હતી.

સીડીએસસીઓની  વિશેષજ્ઞ સમિતિ (એસઈસી)એ 24 ફેબ્રુઆરીની બેઠકમાં કંપનીએ રસીના વચગાળાની સુરક્ષાના ડેટા રજૂ કર્યા હતા.

ડો. રેડ્ડીજે એક નિવેદનમાં કહ્યું કે અમે સીડીએસસીઓના જવાબની રાહ જોઈશું. એક વાર જવાબ મળી જાય પછી અમે આગળની જાણકારી આપીશું.

ભારતમાં સીરમ ઈન્સ્ટીટ્યૂટ દ્વારા નિર્મિત ઓક્સફોર્ડની કોવિડ 19 રસી કોવિશીલ્ડ અને સ્વદેશી ભારત બાયોટેક કોવૈક્સીનને ઈમરજન્સી ઉપયોગની મંજૂરી અપાઈ છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.