પીએમ મોદીએ આપ્યું મમતાને લઈને નિવેદન,સુખેંદુ શેખર રોયે કહ્યું કે પીએમે ‘માફી માંગવી જોઈએ.’

પીએમ નરેન્દ્ર મોદીએ તૃણમુલ કોંગ્રેસના પ્રમુખ મમતા બેનર્જી પર નિશાન સાધતા સવાલ કર્યો કે શું તે બીજી સીટ પરથી ચૂંટણી લડશે. કેમ કે નંદીગ્રામમાં તેમની હાર થતી દેખાઈ રહી છે.

ભાજપના નેતા જયપ્રકાશ મજૂમદારે પ્રધાનમંત્રીની વાત વાગોળતા કહ્યું કે બેનર્જી નંદીગ્રામમાં આસન્ન હાર બાદ બીજી સીટ પરથી ચૂંટણી લડી શકે છે.  જો કે તૃણમુલ કોંગ્રેસે આ અટકળોને ફગાવી દીધી છે.

પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીમાં હિંસાની નાની મોટી ઘટનાઓ  અને મતદાનમાં ગળબડીના આરોપ છતાં સાંજે 5 વાગ્યા સુધી 80 ટકાથી વધારે મતદાન થયું છે.

ભાજપના સમર્થકોના કથિત ઘેરાવના કારણે તૂણમૂલ કોંગ્રેસ પ્રમુખ લગભગ 2 કલાક માટે રોકાયેલી રહી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.