નાણા મંત્રીએ ટ્વીટ કરી તમાને આની જાણકારી આપી હતી,પીએમઓએ નાણા મંત્રાલયને નિર્દેશ આપ્યા હતા

સૂત્રોના જણાવ્યાનુંસાર ગુરુવારે સવાર સવારમાં આના માટે પીએમઓએ નાણા મંત્રાલયને નિર્દેશ આપવામાં આવ્યા હતા.

નાણા મંત્રીએ ટ્વીટ કરી કહ્યું કે વ્યાજ દરોમાં કાપનું આ નોટિફિકેશન ભૂલથી જારી થયું છે. નાની બચત પર વ્યાજ દરોમાં કાપના આ નિર્ણયને ખુદ નાણા મંત્રીએ બુધવારે મંજૂરી આપી હતી.

એપ્રિલ અને જૂન ક્વાર્ટરમાં નાના બચત યોજનાઓ પર વ્યાજ દર પર કાપના નિર્ણય પર સરકારની ટીકા  થવા લાગી હતી.

એક વરિષ્ઠ સરકારી અધિકારીએ એક મીડિયા હાઉસને જણાવ્યું કે વ્યાજ દરોમાં ફેરફારના નોટિફિકેશનને પરત લેવાના નિર્દેશ પીએમઓએ બિલ્કુલ સવાર સવારમાં આપ્યા. જેના એક કલાકની અંદર નિર્દેશ મુજબ નવા રેટને પાછા ખેંચી લેવામાં આવ્યા.

સવારે 7.54 વાગે નાણામંત્રી નિર્મલા સીતારમણે ટ્વીટ કરી તમામ જાણકીરી આપી. ભારત સરકારની નાની બચત યોજનાઓ પર વ્યાજ દરો ત્યાં જ રહેશે.

પરંતુ સત્ય તો એ છે કે આ નિર્ણય ઘણો સમજી વિચારીને લાંબી પ્રક્રિયામાં  હોય છે. આ માટે ઓછામાં ઓછા એક પખવાડીયા સુધી વરિષ્ઠ અધિકારીઓમાં વિચાર વિમર્શ થાય છે.

સૂચનો પર નાણા મંત્રીની અંતિમ મંજૂરી લીધા બાદ જ નોટિફિકેશન જારી કરવામાં આવે છે. સૂત્રોનું કહેવું છે કે આ વખતે આ પ્રકારની સંપૂર્ણ પ્રક્રિયાનું પાલન થયું હતુ.

PPF યોજનાના વ્યાજદર 7%થી ઘટાડી 6.4% કરવાનો હતો.  વન યર ટાઇમ ડિપોઝિટનો વ્યાજ દર 5.4%થી ઘટાડી 4.4%  કરવાનો હતો. સીનિયર સેવિંગ સ્કીમ પર 7.4%ના બદલે 6.5% વ્યાજ દર કરવાનો હતો. કિસાન વિકાસ પત્ર પર 6.9%ના બદલે 6.2% વ્યાજ થવાનો હતો. સુકન્યા સમૃદ્ધિ યોજના પર 7.6%ના બદલે 6.9% વ્યાજ મળવાનું હતુ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.