હવામાન વિભાગ:અમદાવાદમાં બે દિવસ પારો 40 ડિગ્રીની આસપાસ રહેશે

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, શુક્રવારે ભુજ (bhuj) 42.2 ડીગ્રી સાથે ગુજરાતનું સૌથી ગરમ શહેર બન્યું હતું. જ્યારે અમદાવાદ સહિત રાજ્યના 8 શહેરમાં સરેરાશ મહત્તમ તાપમાનનો પારો 39 ડિગ્રીને પાર થયો છે ત્યારે આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર અને કચ્છમાં હજી બે દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે.

અમરેલીમાં 40.5, કેશોદમાં 40.1, વડોદરામાં 38.6, સુરતમાં 32.3, ભાવનગરમાં 36.1 જ્યારે ગાંધીનગરમાં 38.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

ગરમી વધવાથી લૂ લાગવી, શરદી, હીટ સ્ટ્રોક, ટાઈફોઈડ, ઓરી, ફૂડ પોઇઝનિંગ જેવા રોગોનો પણ ભોગ બની શકે છે.

 હીટવેવને કારણે કચ્છના શહેરી વિસ્તારો ઉપરાંત રણના ગામોમાં ભારે ઉકળાટ અને લૂનો અનુભવ થયો હતો. અનુમાન પ્રમાણે, 2થી 3 દિવસ દરમિયાન કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ઉષ્ણતામાનનો પારો 40થી 41 ડીગ્રી રહેવાની સંભાવના છે.
હીટવેવને કારણે કચ્છના શહેરી વિસ્તારો ઉપરાંત રણના ગામોમાં ભારે ઉકળાટ અને લૂનો અનુભવ થયો હતો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.