મોદી સરકારની દિવાળી સુધારશે મહારાષ્ટ્ર અને હરિયાણાનું રિઝલ્ટ, સી-વોટર સરવેનું આ છે રિઝલ્ટ

હરિયાણા અને મહારાષ્ટ્રમાં હવે પ્રચારના પડઘમ બંધ થશે ત્યાં સરવે શરૂ થઈ ગયા છે. સૌ પ્રથમ સરવે સી વોટરનો આવ્યો છે. જેમાં વિપક્ષના પત્તાં સાફ થતાં દર્શાવાઈ રહ્યાં છે. હાલમાં મહારાષ્ટ્ર અને હરિયાણામાં ભાજપની સરકાર છે. જે પુનરાવર્તન કરે તેવા સંકેતો આ પોલમાં આવ્યા છે. મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના ગઠબંધનને 182થી 206 સીટ મળી શકે છે. હાલમાં 288 સીટોની આ વિધાનસભા છે. કોંગ્રેસ અને એનસીપીને આ ચૂંટણીમાં 71થી 98 સીટ મળી શકશે.

સી વોટર સરવેના અંદાજ અનુસાર મુંબઈમાં એનડીએને 30થી 34, કોંકણમાં 32થી 36, મરાઠાવાડમાં 23થી 27 અને નોર્થ મહારાષ્ટ્રમાં 19થી 23 સીટો મળી શકે છે. આ ઉપરાંત વિદર્ભમાંથી 37થી 41 અને પ. મહારાષ્ટ્રમાંથી 41થી 45 સીટો મળશે. વોટ શેરની વાત કરીએ તો એનડીએને 47.3 ટકા અને યુપીએને 38.5 ટકા મત મળશે. ગત ઇલેક્શનમાં ભાજપને 122 સીટો મળી હતી. એનસીપીને 41 અને કોંગ્રેસને 42 સીટો મળી હતી.

આ જ પ્રકારની સ્થિતિ હરિયાણામાં છે. હરિયાણામાં ભાજપને 79થી 87 સીટો મળે તેવો અંદાજ સી વોટરના સરવેમાં મૂકાયો છે. કોંગ્રેસની અહીં 1થી 7 સીટો મળી શકે છે. બીજેપીને અહીં ગત ચૂંટણીમાં 47 સીટો મળી હતી. ભાજપે હરિયાણામાં મનોહર લાલ ખટ્ટર પર મૂકેલો ભરોસો તેઓ નિભાવે એવી પૂરી સંભાવના છે.  દેશમાં 21મીએ ચૂંટણી યોજાવાની છે અને રિઝલ્ટ 24મી ઓક્ટોબરે આવશે પણ આ દિવાળી મોદી સરકાર માટે ખુશીઓ લાવે તેવી સંભાવના છે. દિવાળી પહેલાં પહેલાં જ મંદીમાં સપડાયેલી સરકાર માટે આ રાહતના સમાચાર બની શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.