અમેરિકન સંસદ કેપિટલ હિલ પાસે,એક વાહનની જોરદાર ટક્કરથી,બે પોલીસ અધિકારી થઈ ગયા હતા ઘાયલ

અમેરિકન સંસદ કેપિટલ હિલ (Capitol Hill Attack)પાસે એક વાહનની જોરદાર ટક્કરથી બે પોલીસ અધિકારી ઘાયલ થઈ ગયા હતા. જેમાંથી એકનું મોત થયું છે. હુમલાના જવાબમાં પોલીસે કાર્યવાહી કરીને વાહન ચાલકને ઠાર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે કેપિટલ હિલ ખાતે ત્રણ મહિના પહેલા પણ હિંસા થઈ હતી. આ ઘટના બાદ ફરી એક વખતે કેપિટલ હિલને બંધ કરી દેવામાં આવી છે.

અમેરિકન સંસદ પાસે જે સમયે આ ઘટના બની હતી ત્યારે રાષ્ટ્રપ્રમુખ જો બાઇડન પોતાના પત્ની અને ફર્સ્ટ લેડી જિલ બાઇડન સાથે કેમ્પ ડેવિડ માટે કેપિટલ હિલથી નીકળી ગયા હતા.

અમેરિકન મીડિયા પ્રમાણે હુમલાખોર યુવકને ઓળખ નોહા ગ્રીન તરીકે કરવામાં આવી છે. જે ઇન્ડિયાનાનો એક 25 વર્ષીય અશ્વેત યુવક છે અને તે કાળા રાષ્ટ્રવાદી રાષ્ટ્ર ઇસ્લામ આંદોલનનો અનુયાયી છે. પિટ્ટમેને જણાવ્યું કે, પોલીસ રેકોર્ડમાં તેને સામે અત્યારસુધી કોઈ કેસ દાખલ થયો નથી

રિપોર્ટ પ્રમાણે બેરિયર સાથે કારની ટક્કર બાદ કાર ચાલક ચાકુ લઈને કૂદ્યો હતો, જેને પોલીસકર્મીઓએે ગોળી મારી દીધી હતી. ઘાયલ કાર ચાલકને હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.