દેશભરમાં ચાલી રહેલ, કોવિડ-૧૯ના રોગચાળાના બીજા મોજાની ટોચ, મધ્ય એપ્રિલ સુધીમાં આવી શકે છે

વૈજ્ઞાનિકોએ એક ગાણિતીક મોડેલનો ઉપયોગ કરીને આગાહી કરી છે કે દેશભરમાં ચાલી રહેલ કોવિડ-૧૯ના રોગચાળાના બીજા મોજાની ટોચ મધ્ય એપ્રિલ સુધીમાં આવી શકે છે.

તેમણે કરેલા અભ્યાસમાં જણાયું છે કે રોગચાળાના હાલ ચાલી રહેલા મોજામાં દૈનિક નવા ચેપના કેસોની મધ્ય એપ્રિલમાં પીક આવશે. ઘણા દિવસથી અમને જણાયું છે કે તેવી વાજબી શક્યતા છે

તેના પછી તીવ્ર ઢાળ છે, તે નીચે જતી વખતે પણ એટલા જ તીવ્ર ઝડપી રહેશે

બીજા એક અભ્યાસમાં મધ્ય-એપ્રિલથી મધ્ય-મેમાં પિકની આગાહી થઇ છે
હરિયાણાની અશોકા યુનિવર્સિટીના ગૌતમ મેનન સહિતના વૈજ્ઞાનિકોએ કરેલી સ્વતંત્ર ગણતરીઓમાં એવી આગાહી કરવામાં આવી છે કે મધ્ય એપ્રિલ અને મધ્ય મે વચ્ચે ચેપના હાલ ચાલી રહેલા મોજાની પિક આવશે.

ભારતભરમાં કોવિડ-૧૯ના ચેપના પ્રથમ મોજામાં સુત્ર નામના આ ગાણિતીક અભિગમનો જ ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેમાં તે સમયે આગાહી કરવામાં આવી હતી કે ઓગસ્ટમાં કેસોમાં ઉછાળો આવશે અને સપ્ટેમ્બર સુધીમાં તેની પીક આવશે અને ફેબ્રુઆરી ૨૦૨૧માં તેમાં ઘટાડો થશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.