રાહુલે અમેરિકાની ચૂપ્પી પર સવાલ ઉઠાવ્યા,રાહુલે ભાજપ પર મોટા આરોપ લગાવ્યા

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ હાર્વર્ડ કેનેડી સ્કૂલના એમ્બેલડર નિકોલસ બર્ન્સની સાથે વર્ચ્યૂઅલ વાતચીતમાં ભાજપ પર મોટા આરોપ લગાવ્યા અને અમેરિકાની ચૂપ્પી પર સવાલ ઉઠાવ્યા છે.

તેમણે વિપક્ષ પાર્ટીઓના ચૂંટણી હારને લીને ભાજપ આર્થિક રીતે મજબૂત થઈ છે અને મીડિયા પર તેમનું પ્રભુત્વ વધ્યુ છે. જેના કારણે વિપક્ષી પાર્ટીઓ ચૂંટણી જીતી શકતી નથી.

આ સંસ્થાઓ એક નિષ્પક્ષ લોકતંત્ર માટે જરુરી હોય છે. પરંતુ ભારતમાં આના પર સંપૂર્ણ રીતે ભાજપ હાવી છે. જેના કારણે તે વિપક્ષી પાર્ટીઓને જીત નથી મળી શકતી.

રાહુલે વધુમાં કહ્યુ કે ચૂંટણી લડવા માટે અમારે માળખાગત સંસ્થાની જરુર હોય છે. અમને ન્યાય વ્યવસ્થાની જરુર હોય જે અમારી રક્ષા કરે. મીડિયાની જરુર હોય જે સ્વતંત્ર હોય. આર્થિત સમાનતાની જરુર હોય. અમારી પાસે આ બધું નથી.

જો ભારત અને અમેરિકાની વચ્ચે લોકતાંત્રિક ભાગીદારી છે તો પછી અમેરિકા ભારતમાં બની રહેલી ઘટનાઓ પર કેમ કંઈ નથી બોલતુ. મારો મતલબ છે કે ભારતમાં જે કંઈ પણ થઈ રહ્યુ છે તેના પર તમે(બર્ન્સ)નો શું મત છે. હું મૂળ રુપે માનુ છું કે અમેરિકા એક ઉંડાણપુર્વ વિચાર કરે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.