પૂર્વ તાઇવાનમાં આજે એક ટેકરી પરથી સરકી આવેલી એક ડ્રાઇવર વગરની ટ્રક દોડતી ટ્રેન સાથે ભટકાતા આ ટ્રેન આંશિક રીતે પાટા પરથી ખડી પડતા ૪૮ જણાનાં મોત નિપજ્યા હતા.
એક સપ્તાહ લાંબી રજાના પ્રથમ દિવસે જ આ અકસ્માત થયો હતો જ્યારે રજાઓ ગાળવા માટે મુસાફરો ખીચોખીચ ભરાઇને ટ્રેનમાં પ્રવાસ કરી રહ્યા હતા. ટ્રેનમાં ૪૦૦ કરતા વધુ મુસાફરો હતા.
નેશનલ ફાયર સર્વિસે મૃત્યુઆંકને સમર્થન આપ્યું હતું. મૃતકોમાં ટ્રેનના યુવાન અને નવપરિણીત ડ્રાઇવરનો પણ સમાવેશ થાય છે.
આ અકસ્માતમાં ૧૦૦ કરતા વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. રેલવેના ન્યૂઝ અધિકારી વેંગ હુઇ પિંગે આ અકસ્માતને તાઇવાનની સૌથી ઘાતક રેલવે દુર્ઘટના ગણાવી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.