પશ્ચિમ બંગાળમાં પ્રધાનમંત્રી મોદીનો ઝંઝાવાતી પ્રચાર,EVMને લઈને આપ્યું મોટું નિવેદન

પ્રધાનમંત્રીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર આકરા પ્રહાર કરતા જમાવ્યું હતું કે, જ્યારે કોઇ EVMને દોષ આપવા લાગે ત્યારે સમજી જવું જોઇએ કે નક્કી તેનો ખેલ ખતમ થઈ ચૂક્યો છે.

ફેઇલ તો તેવા લોકો થાય છે જેમણે બંગાળનો વિકાસ નથી કર્યો. આજે બંગાળમાં લોકોએ ફરીએકવાર પરિવર્તનની કમાન સંભાળી છે. સોનાર બાંગ્લાના વિઝનમાં અહીંના લોકો ભાજપની સરકાર બનાવવાનું ઇચ્છી રહ્યા છે. માટે અહીંના લોકોએ પહેલા 2 તબક્કાની ચૂંટણીમાં ભાજપની જીતનો રસ્તો નક્કી કર્યો છે

હવે 6 તબક્કામાં મતદાન બાકી છે. ત્રીજા તબક્કામાં 31 બેઠકો માટે 6 એપ્રિલે મતદાન થશે. 2016ની ચૂંટણીમાં ટીએમસીએ અહીંની 211 બેઠકો જીતીને સરકાર બનાવી હતી. 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે અહીંની 42 બેઠકોમાંથી 18 બેઠકો જીતી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, કેન્દ્રની દરેક યોજના સામે દીદી દિવાલ બનીને ઉભી રહી છે. ગેરંટી વગર ગરીબોને લોન આપવાની સ્કીમ, આયુષ્યમાન યોજના હેઠળ 5 લાખ સુધીનો ઇલાજ કરવાની યોજના લાગુ છે

પીએમ મોદી સભાને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે જ પાર્ટીનો એક કાર્યકર્તા બેભાન થઈ ગયો. પીએમ મોદીની નજર તે કાર્યકર્તા પર પડી તો તરત તેમણે મેડિકલ ટીમને ત્યાં પહોંચી જવા માટે આદેશ આપ્યો.

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.