ગુજરાતમાં પ્રવેશતા અગાઉ, પ્રત્યેક માટે RT-PCR ટેસ્ટ રીપોર્ટ, કરાયો છે ફરજીયાત

કોરોનાના કેસમાં સતત થઇ રહેલા વધારાને પગલે ગુજરાતમાં પ્રવેશતા અગાઉ પ્રત્યેક માટે RT-PCR ટેસ્ટ રીપોર્ટ ફરજીયાત કરાયો છે. RT-PCR ટેસ્ટ રીપોર્ટ ફરજીયાત કરાયો છે ત્યારથી અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ એરપોર્ટ ખાતે અરાજક્તાભરી સ્થિતિ સર્જાઇ રહી છે.

ગુજરાત સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે એક યાદીમાં જણાવ્યું છે કે, ‘એરપોર્ટના ટર્મિનલમાં મોટી સંખ્યામાં મુસાફરોના આગમન થતું હોવાથી કોવિડ-૧૯નું સંક્રમણ ઝડપથી ફેલાય તેની સંભાવના રહેલી છે. જેના કારણે ગુજરાત બહારથી કોઇ મુસાફર તેની મુસાફરીનો પ્રારંભ કરે તે અગાઉ જ તેની પાસેથી એરલાઇન્સે RT-PCR ટેસ્ટ માગી લેવો પડશે.

ગુજરાતમાં પ્રવેશતી વ્યક્તિ માટે ૧ એપ્રિલથી ટેસ્ટ ફરજીયાત કરાયો છે. જોકે, તેને લઇને એરપોર્ટમાં સૌથી વધુ અરાજક સ્થિતિ સર્જાઇ રહી છે. એરપોર્ટ ખાતે પ્રથમ દિવસે અનેક મુસાફરોએ RT-PCR ટેસ્ટ કરાવવા ઇન્કાર કર્યો હતો અને તેઓ ધરાર ટર્મિનલથી બહાર નીકળી ગયા હતા. આ ઘટનાના બીજા દિવસ બાદ તંત્રે કડક વલણ અપનાવ્યું હતું.

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.