કોરોના વાયરસની બીજી લહેર,એપ્રિલના મધ્યના સમયમાં સંક્રમણ પીક પર હોય શકે છે

IISCના અનુમાન અનુસાર, જો કોરોનાનો હાલનો ટ્રેન્ડ ચાલુ રહેશે તો મેના અંત સુધીમાં કોરોનાના કેસોની સંખ્યા 1.4 કરોડને પાર કરી શકે છે.

એપ્રિલના મધ્યના સમયમાં સંક્રમણ પીક પર હોય શકે છે જ્યારે એક્ટિવ કેસ 7,3 લાખ સુધી જઇ શકે છે. આ રિસર્ચના અનુસાર, ખરાબ હાલતમાં મેના અંત સુધી એક્ટિવ કેસની સંખ્યા 20 લાખ સુધી પહોંચી શકે છે.

દરરોજ ગત દિવસોના મુકાબલે અંદાજિત 9 હજાર વધુ કેસ દાખલ કરવામાં આવી રહ્યા છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અનુસાર, શનિવારે 24 કલાકની અંદર દેશમાં 89,129 નવા કેસ નોંધાયા અને 714 મોત થયા. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1 કરોડ, 23 લાખથી વધુ કેસ નોંધાઇ ચૂક્યા છે અને અત્યાર સુધીમાં કુલ 1,64,110 મોત થઇ ચૂક્યા છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.