અમેરિકાની ટોચની રોગ નિયંત્રણ સંસ્થાએ જણાવ્યું છે કે, જેમને કોવિડ-૧૯ની રસીના પૂરા ડોઝ મૂકાઇ ગયા છે, તેવા અમેરિકન નાગરિકો…….

અમેરિકાના સેન્ટ્રલ ફોર ડીસીઝ કન્ટ્રોલ(સીડીસી) દ્વારા જણાવવામાં આવ્યું છે કે જેમનું સંપૂર્ણ રસીકરણ થઇ ગયું છે તેવા અમેરિકન નાગરિકો માટે હવે દેશમાં કે આંતરરાષ્ટ્રીય મુસાફરી કરવાનું સલામત છે.

સીડીસીએ હવે એ નિયમ રદ કર્યો છે કે જેમને સંપૂર્ણ રસી મૂકાઇ ગઇ છે તેવા લોકોએ પણ વિદેશ પ્રવાસેથી પરત આવ્યા બાદ ચોકકસ મુદ્દત સુધી ક્વોરેન્ટાઇનમાં રહેવું. અમેરિકનોએ હવે વિદેશ પ્રવાસે જતી વખતે કોવિડ ટેસ્ટ કરાવવો જરૂરી નથી

અન્ય કોઇ પણ દેશના નાગરિકો કે જેઓ અમેરિકા આવતા હોય તેમને પણ જો પૂરી કોવિડ રસી મૂકાઇ હોય તો તેમણે અમેરિકામાં આવ્યા બાદ ક્વોરેન્ટાઇનમાં રહેવું પડશે નહીં

અલબત્ત, હજી પણ ચીન, ઇરાન, યુકે, આયર્લેન્ડ, બ્રાઝિલ, સાઉથ આફ્રીકા અને યુરોપના ભાગોમાંથી અમેરિકા આવતા લોકોને અમેરિકામાં પ્રવેશતા અટકાવતા ટ્રમ્પના સમયના નિયમ હજી અસ્તિત્વમાં છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.