ગુજરાતમાં કોરોનાના કેસનો ગ્રાફ સતત જઇ રહ્યો છે ઊંચે,છેલ્લા 24 કલાકમાં, કેસ…..

ગુજરાતમાં કોરોના વાયરસથી દિવસેને દિવસે ભયાવહ સ્થિતિ સર્જાઇ રહી છે અને કેસનો ગ્રાફ સતત ઊંચે જઇ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં અત્યારસુધીના સર્વોચ્ચ ૨,૮૧૫ નવા કેસ નોંધાયા છે જ્યારે સુરતમાંથી ૫, અમદાવાદમાંથી ૪, ભાવનગર-રાજકોટ-તાપી-વડોદરામાંથી ૧-૧ એમ કુલ ૧૩ના મૃત્યુ થયા છે.

હાલમાં ૧૪,૨૯૮ એક્ટિવ કેસ છે જ્યારે અત્યારસુધીમાં સર્વોચ્ચ ૧૬૧ દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસ હવે ૩,૧૫,૫૬૩ જ્યારે કુલ મરણાંક ૪,૫૫૨ છે.

છેલ્લા ૨૪ કલાક દરમિયાન સુરતમાંથી સૌથી વધુ ૬૮૭ નવા કેસ સામે આવ્યા છે. જેમાં સુરત શહેરમાંથી ૫૨૬ અને ગ્રામ્યમાંથી ૧૬૧ કેસનો સમાવેશ થાય છે. સુરતમાં કુલ કેસનો આંક હવે ૬૭,૧૩૬ જ્યારે એક્ટિવ કેસ ૩,૮૨૨ છે. અમદાવાદ શહેરમાંથી ૬૪૬-ગ્રામ્યમાંથી ૧૩ સાથે ૬૫૯ નવા કેસ નોંધાયા છે. હાલ અમદાવાદમાં કુલ કેસ ૭૪,૫૩૪ છે  જ્યારે ૨,૨૧૬ એક્ટિવ કેસ છે.

કોરોનાથી અત્યારસુધી સૌથી વધુ અમદાવાદમાં ૨,૩૬૬-સુરતમાં ૧,૦૨૭, વડોદરામાં ૨૫૧, રાજકોટમાં ૨૧૦, ગાંધીનગરમાં ૧૦૯ના મૃત્યુ થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાંથી ૬૧૪, સુરતમાંથી ૬૬૧, વડોદરામાંથી ૨૧૮, રાજકોટમાંથી ૧૬૯ એમ રાજ્યભરમાંથી ૨,૦૬૩ દર્દીઓ સાજા થયા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.