ગરીબ દેશોને વેક્સીન મોકલવા માટે અસ્થાયી રોક લગાવવા મુદ્દે બ્રિટન ભારત પર નિશાન સાધી રહ્યું છે પણ સચ્ચાઈ અલગ જ છે. એક રિપોર્ટ અનુસાર બ્રિટન પોતાની કુલ આબાદીના લગભગ અડધાથી પણ વધારે વયસ્કોને વેક્સીનનો ઓછામાં ઓછો એક ડોઝ આપી ચૂક્યો છે. જ્યારે ભારત વેક્સીનેશનની રેસમાં પાછળ છે.
આ સાથે દુનિયાના અનેક દેશ ભરાત પર આરોપ લગાવી રહ્યા છે કે તેનાથી દુનિયાના 92 ગરીબ દેશમાં વેક્સીનેશન અભિયાન પર અસર થશે.
અમીર દેશ જેવા કે અમેરિકા, બ્રિટન, સાઉદી અરબ, કેનેડા જેવા દેશના કરોડોની સંખ્યામાં વેક્સીન મળી રહી છે. ભારતમાં સીરમ ઇન્સ્ટીટ્યૂટ દ્વારા બનાવાયેલી વેક્સીન પર આ દેશનો કોઈ હક નથી. તેને 92 ગરીબ દેશ માટે બનાવવામાં આવી છે. થોડા દિવસ પહેલા તેની નિકાસ પર રોક લગાવાઈ હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ શુક્રવારે કહ્યું હતું કે ભારતે કોરોના વેક્સીનના નિકાસ પર કોઈ પ્રતિબંધ મૂક્યો નથી.
એક વર્ષ પહેલા ઓક્સફર્ડની યુનિવર્સિટીના જેનર ઈન્સ્ટીટ્યૂટે જાહેરાત કરી કે તેઓ કોઈ પણ વેક્સીન નિર્માતાને ક્યાંય પણ એસ્ટ્રાજેનેકાના નિર્માણનો અધિકાર આપી શકે છે. આ પછી સીરમ ઈનસ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ કરાર કર્યો અને વેક્સીન નિર્માણનું લાઈસન્સ લીધું. ડીલના એક મહિના બાદ ઓક્સફર્ડ યુનિ. અને મલ્ટીનેશનલ ફાર્મા ગ્રૂપના કરાર થયા.
એક વ્યવસ્થા અનુસાર નક્કી થયું હતું કે સીરમ ઈન્સ્ટીટ્યૂટ દ્વારા નિર્મિત વેક્સીનના 50 ટકા ડોઝ દેશ માટે અને અન્ય 50 ટકા ડોઝ નિકાસ માટે રખાશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.