મહારાષ્ટ્રમાં પરિસ્થિતિ સૌથી ખરાબ, 8માં સુધીના બાળકો વગર પરીક્ષાએ પ્રમોટ

દેશમાં કોરોના વાયરસના 93,249 નવા કેસ નોંધાયા છે. જે અંદાજિત ગત 5 મહિનામાં એક દિવસના સૌથી વધુ કેસ છે. ત્યારે, 24 કલાકમાં 513 મોત થયા છે. 

આ દરમિયાન 60,048 દર્દી પણ સાજા થયા છે. કોરોનાના કુલ કેસ વધીને 1,24,85,509 થઇ ગયા છે. અત્યાર સુધી આ વાયરસને 1,16,29,289 દર્દી સાજા થઇ ચૂક્યા છે. દેશભરમાં કોરોનાના 6,91,597 એક્ટિવ કેસ છે.

દેશભરમાં ગઇકાલે 3 એપ્રિલે 11,66,716 કોરોના ટેસ્ટ થયા હતા.

હજુ પણ કોરોના વેક્સિન 7,59,79,651 ડોઝ અપાઇ ચૂક્યા છે. છેલ્લા 24 કલાકમાં 27,38,972 ડોઝ અપાઇ ચૂક્યા છે.

બીજી લહેરમાં એક દિવસમાં 20 હજારથી 80 હજાર પહોંચવામાં અંદાજિત 20 દિવસ લાગ્યા. ગત વર્ષ પહેલી લહેર દરમિયાન આમાં 64 દિવસ લાગ્યા હતા. દેશમાં શુક્રવારે 89 હજારથી વધુ કેસ નોંધાયા અને આ ગત વર્ષના ઑલ ટાઇમ હાઈથી અંદાજિત 9 હજાર ઓછા રહ્યા. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, આમાંથી 81.42 ટકા કેસ 8 રાજ્યોમાંથી છે.

ઝડપથી વધતા સંક્રમણ વચ્ચે બેંગલુરૂ સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટીટ્યૂટ ઑફ સાઇન્સના એક અનુમાનમાં કહેવામાં આવ્યું છે કે, જો કોરોનાનો હાલનો ટ્રેન્ડ ચાલુ રહેશે તો મેના અંત સુધીમાં કોરોનાના કેસોની સંખ્યા 1.4 કરોડને પાર કરી શકે છે

રિસર્ચસોનું કહેવું છે કે, એપ્રિલના મધ્યના સમયમાં સંક્રમણ પીક પર હોઇ શકે છે જ્યારે એક્ટિવ કેસ 7,3 લાખ સુધી જઇ શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.