સીએમ રૂપાણીના બહેનના ઘરે ચોરી, પોલીસે કહ્યું ઝડપથી આરોપીઓને પકડી લેવામાં આવશે

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીની મોટી બહેન નિરૂપમાં કોઠારીના ધાટકોપર સ્થિત ઘરમાં મોડી રાત્રે ચોરી થઈ હતી. પોલીસ પાસેથી મળેલી જાણકારી પ્રમાણે ચોર મોડી રાત્રે ઘરના દરવાજા પર લગાવેલુ તાળુ તોડી ઘરમાં ઘુસ્યા અને એક લાખ રૂપિયા રોકડા તથા અન્ય કીમતી સામાનને લઈને ફરાર થઈ ગયા હતા. પોલિસે ચોરીનો કેસ નોંધી લીધો છે અને આ બાબતે તપાસ ચાલી રહી છે.

આ ઘટના ઘાટકોપર પશ્ચિમમાં શાંતિનિકેતનમાં થઈ હતી. ગુજરાતના મુખ્યમંત્રી રૂપાણી પાર્ટીના પ્રચાર દરમિયાન મંગળવારે મુંબઈમાં જ હતા તે દરમિયાન આ ઘટના બની હતી. પોલીસ આ બાબતે સોસાઈટીમાં લાગેલા સીસીટીવી કેમેરાની રેકોર્ડીંગ શોધી રહી છે.

નિરૂપમાંના પુત્ર મનીષ ભાનુભાઈ કોઠારીએ કહ્યું કે મારા પિતા ભાનુભાઈ અને માં નિરૂપમાં સી-1 વિંગના શાંતિનિકેતનના ફ્લેટ નંબર-9માં રહે છે પરંતુ છેલ્લાં કેટલાંક દિવસોથી તે મારી સાથે રહેતા હતા. 14 ઓક્ટોબરે મેં પોતાના પિતાના ફ્લેટની તપાસ કરી હતી તેમેના દરવાજા પર તાળુ સરખુ લગાવ્યું હતુ અને પડોસીઓને ઘરનું ધ્યાન રાખવા માટે જણાવ્યું હતુ. 16 ઓક્ટોબરના રોજ સવારે 7.30 વાગ્યે મને પાડોસીઓનો ફોન આવ્યો કે દરવાજાનું તાળુ તુટેલુ છે અને નિવાસ પર ચોરી થઈ છે. હું માની સાથે ફ્લેટ પર પહોંચ્યો તો જાણવા મળ્યું કે બેડરૂમમાં કબાટ અને લોકર ખુલા હતા. મારી માએ જણાવ્યું કે તેમની પાસે 30000 રોકડ, 10 ગ્રામ સોનાની ચેન, એક સોનાની વીંટી, પાંચ ચાંદીના ગ્લાસ અને 42 ચાંદીના સિક્કાઓ હતા જે લોકરમાથી ચોરાયા હતા.

નિરૂપમાના પુત્ર કોઠારીએ જણાવ્યું કે મેં પાર્ક સાઈટ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી દીધી છે. થોડા દિવસો પહેલા આ સોસાઈટીમાં એક ચોરી થઈ હતી અને તે ફ્લેટમાંથી લાખો રૂપિયાનો સામાન ચોરી થઈ ગયો હતો અને એક મહિનામાં આ બીજી ધટના છે. ઈન્સપેક્ટર પવારે જણાવ્યું કે આ ઘટના ગુજરાતના સીએમની બહેનના ઘરે થઈ હતી. અમે આ ઘટનાની એફઆઈઆર નોંધી આગળ તપાસ હાથ ઘરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.