અનેકવાર સારા રસોઈયાની પણ ભૂલ થાય છે અને રસોઈનો સ્વાદ બગડે છે. જો રસોઈમાં મીઠું ઓછું હોય તો તમે તેને ઉમેરી શકો છો.પણ જો મીઠું વધારે હોય તો ખાવાનું બગડી જાય છે. તો જાણો…..
જો તમે કરી બનાવી રહ્યા છો અને મીઠું વધારે છે તો એક પેનમાં 2 ચમચી ચણાનો લોટ શેકો અને તેને કરીમાં મિક્સ કરીને હલાવો.
જો તમારી કરી કે શાક કે દાળમાં મીઠું વધારે થયું છે તો રોજિંદા લોટની એક નાની ગોળી બનાવીને જે તે રસોઈમાં ઉમેરી લો.
જો તમે ભારતીય, ચાઈનીઝ કે મુગલઈ ભોજન બનાવી રહ્યા છો અને તેમાં મીઠું વધારે છે તો તમે તેમાં લીંબુનો રસ મિક્સ કરી લો
દાળ કે કરીમાં જો મીઠું વધારે હોય તો તેમાં 2-3 ચમચી બાફેલા બટાકા મિક્સ કરો.
જો તમારી પાસે સમય નથી અને ભોજનમાં મીઠું વધારે પડી ગયું છે તો તમે બ્રેડની મદદ લઈ શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.