સુરક્ષાની કરવામાં આવી કડક વ્યવસ્થા,બંગાળમાં 31 સીટો પર વોટિંગ થશે

પશ્ચિમ બંગાળ અને આસામની ચૂંટણીમાં ત્રીજા તબક્કાનું વોટિંગ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત તમિલનાડુ, કેરળ અને પોન્ડિચેરીમાં મંગળવારે વોટિંગ થઈ રહ્યું છે.

આ 3 રાજ્યોમાં કેન્દ્રશાસિત પ્રદેશમાં એક તબક્કામાં તમામ સીટો પર મતદાનની પ્રક્રિયા સંપન્ન કરાવવામાં આવશે. ત્યારે આસામમાં આજે ત્રીજા અને અંતિમ તબક્કાનું વોટિંગ થશે. આ બાદ ફક્ત પશ્ચિમ બંગાળ જ એવું રાજ્ય છે જ્યાં આજે પછી 5 તબક્કામાં વોટિંગ થશે.

કોરોનાને કારણે ચૂંટણી પંચે વિશેષ વ્યવસ્થા કરી છે. 26 ફેબ્રુઆરીએ 5 રાજ્યોમાં ચૂંટણીની જાહેરાત કરતા પંચે કહ્યું કે કોરોનાના પ્રોટોકોલનું પાલન  કરવા તે બૂથમાં સંખ્યા વધારી દેવામાં આવશે.

બંગાળમાં 31 સીટો પર વોટિંગ થશે. જેમાં હુગલી, હાવડા, દક્ષિણ 24 પરગના સામેલ છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય સુરક્ષા દળોની 832 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. તેમાંથી 214 ક્વિક રિસ્પોન્સ ટીમ તબક્કામાં સુરક્ષા કરશે. આ તબક્કામાં 205 ઉમેદવારો મેદાનમાં છે. હાયમંડ હાર્બડ સીટ પર મહત્તમ 11 પ્રત્યાશી મેદાનમાં છે

આસામમાં આજે છેલ્લા તબક્કાનું વોટિંગ થશે. 40 વિધાનસભા સીટો પર કુલ 337 ઉમેદવાર પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. આ સીટો રાજ્યન 2 જિલ્લામાં પડે છે. આ તબક્કામાં ઉત્તર પૂર્વમાં ભાજપના ચાણક્ય કહેવાતા હેમંત બિશ્વા સરમા પણ સામેલ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.